Gujarat Assembly Elections : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે એક વિશ્લેષણ અનુસાર, ભાજપ (BJP) કરતા કોંગ્રેસે (Congress) ગુનાહિત કેસ (criminal cases) ધરાવતા ઉમેદવારો (candidates) વધારે નામાકિંત કર્યા છે.
એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને ગુજરાત ઈલેક્શન વોચ (જીઈડબ્લ્યુ) દ્વારા સોમવારે જણાવ્યું હતું કે, કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ, 2004 થી, કોંગ્રેસે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે ભાજપ કરતાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા વધુ ઉમેદવારોને નોમિનેટ કરવામાં આવ્યા છે
2004 થી ગુજરાતમાંથી સંસદીય અથવા રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડનારા કુલ 6,043 ઉમેદવારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, 2004 પછી રાજ્યમાંથી સંસદ અથવા રાજ્ય વિધાનસભામાં બેઠકો ધરાવતા કુલ 685 સાંસદો/ધારાસભ્યોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
2004થી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનારા 684 ઉમેદવારોમાંથી 162 (24 ટકા)એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, પરંતુ કોંગ્રેસ માટે આ સંખ્યા વધારે છે, જે 659માંથી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો 212 (32 ટકા) છે. આ ઉપરાંત, BSPના 533 ઉમેદવારોમાંથી 65 (12 ટકા), AAPના 59 ઉમેદવારોમાંથી 7 (12 ટકા) અને 2,575 અપક્ષ ઉમેદવારોમાંથી 291 (11 ટકા) એ પણ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
રાજ્યમાં 2004 બાદ થયેલી વિભિન્ન ચૂંટણીઓમાં જીત મેળવનાર ઉમેદવારોમાં, ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા 442 સાંસદો/ધારાસભ્યોમાંથી 102 (23 ટકા)એ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે 226 સાંસદોમાંથી 80 (35 ટકા) સાંસદોએ પોતાની સામેના કેસ જાહેર કર્યા છે. જાહેરાતમાં કહેવામાં આવયું છે કે, કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા અને પાંચ અપક્ષ સાંસદો/ધારાસભ્યોમાંથી ત્રણ (60 ટકા) ધારાસભ્યોએ ફોજદારી કેસ જાહેર કર્યા છે.
રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપના 442 સાંસદો/ધારાસભ્યોની સરેરાશ જાહેર કરેલી સંપત્તિ 5.87 કરોડ રૂપિયા છે, જ્યારે કોંગ્રેસના 226 સાંસદો/ધારાસભ્યોની સરેરાશ જાહેર કરેલી સંપત્તિ 6.32 કરોડ રૂપિયા છે. રસપ્રદ વાત એ છે કે, ભાજપમાં ગુનાહિત કેસ ધરાવતા સાંસદો/ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 9.19 કરોડ હતી, જ્યારે કોંગ્રેસની સંપત્તિ રૂ. 8.79 કરોડ હતી. જોકે, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા NCP સાંસદો/ધારાસભ્યો રૂ. 19.97 કરોડ સાથે સૌથી અમીર હતા.
ADR-GEW રીલીઝમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિશ્લેષણ કરાયેલા 6,043 ઉમેદવારોમાંથી માત્ર 383 અથવા 6 ટકા મહિલાઓ છે, જ્યારે 2004 થી ગુજરાતમાં ચૂંટણી લડનાર 383 મહિલાઓમાંથી પાંચ ટકા (21 ઉમેદવારો) ફોજદારી કેસ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી તરફ, 17 ટકા પુરૂષ ઉમેદવારો (951) એ ફોજદારી કેસ જાહેર કર્યા હતા. પુરૂષ સાંસદો/ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 6.02 કરોડ રૂપિયા છે, જ્યારે તેમના મહિલા સમકક્ષોની સંપત્તિ 5.62 કરોડ રૂપિયા છે.